મિસાઈલોનો ટાર્ગેટ હવે ગૂગલ અને મેટા! સમુદ્રની અંદર બિછાવેલી કેબલ તૂટી તો ભારતના ઈન્ટરનેટનું શું થશે?

Middle East war threatening undersea internet cables and US tech giants like Google and Meta.
Share The Story

Middle East Internet Crisis : મિડલ ઈસ્ટમાં (Middle East) ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સૈન્ય અને ઉર્જા મથકો પૂરતું સીમિત રહ્યું નથી. અમેરિકા અને ઈઝરાયેલ સામેના આ સંઘર્ષે હવે વૈશ્વિક સાયબર અને કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક અભૂતપૂર્વ ખતરો ઊભો કર્યો છે. અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાન શહેરમાં નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પાસે ભયાનક બોમ્બમારો કર્યા બાદ, ઈરાને વળતો પ્રહાર કરવાની જે રણનીતિ અપનાવી છે, તેણે આખી દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે. આ યુદ્ધની સીધી અસર હવે ભારતના ઈન્ટરનેટ ટ્રાફિક (Internet Traffic) પર પડવાની પૂરી સંભાવના છે.

ગૂગલ અને મેટા ઈરાનના નિશાના પર

ઈરાનની શક્તિશાળી સેના ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા એક સનસનીખેજ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. IRGC એ પશ્ચિમ એશિયામાં કાર્યરત મેટા અને ગૂગલ સહિતની ૧૮ અમેરિકન ટેક કંપનીઓ (US Tech Companies) નું લિસ્ટ જાહેર કર્યું છે અને તેમના પર હુમલો કરવાની ખુલ્લી ચીમકી આપી છે.

Map showing India's internet traffic passing through the vulnerable Red Sea route.

ઈરાનનો આરોપ છે કે આ અમેરિકન કંપનીઓ ભૂતકાળમાં તેમના ટોચના અધિકારીઓની હત્યામાં સામેલ હતી. જો ઈરાન ખરેખર આ ડેટા સેન્ટર્સ અને ટેક કંપનીઓ પર હુમલો કરે છે, તો ગ્લોબલ કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવાઈ શકે છે.

ભારતનું ઈન્ટરનેટ જોખમમાં કેમ? 

આ યુદ્ધની સૌથી મોટી અને છુપી અસર સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ (Undersea Cables) પર પડી રહી છે. ભારતનો મોટાભાગનો ઇન્ટરનેટ ડેટા આ સબમરીન કેબલ્સ દ્વારા જ વિશ્વ સાથે જોડાયેલો છે.

નિષ્ણાતોના મંતવ્યો (Expert Opinions) મુજબ, ભારતનો લગભગ ૬૦% ઈન્ટરનેટ ટ્રાફિક મુંબઈથી શરૂ થઈને લાલ સમુદ્ર (Red Sea) અને હોર્મુઝની સામુદ્રધુની જેવા અત્યંત તણાવપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થઈને યુરોપ જાય છે. અત્યારે ભારતમાં ૧૪ લેન્ડિંગ સ્ટેશનો પર કુલ ૧૭ આંતરરાષ્ટ્રીય કેબલ કામ કરી રહી છે. જો યુદ્ધમાં મિસાઈલ કે સબમરીન હુમલાને કારણે આ કેબલ તૂટે છે, તો એક મોટું ડિજિટલ સંકટ ઊભું થઈ શકે છે.

ભારતના ઇન્ટરનેટ ટ્રાફિકની વહેંચણી:

રૂટ (Internet Route) ટ્રાફિકની ટકાવારી (%) જોખમનું સ્તર (Risk Level)
મુંબઈથી યુરોપ (વાયા લાલ સમુદ્ર) 60 % અત્યંત જોખમી (યુદ્ધગ્રસ્ત વિસ્તાર)
ચેન્નાઈથી સિંગાપોર (પેસિફિક મહાસાગર) 40 % સામાન્ય (હાલ પૂરતું સુરક્ષિત)

શું ભારતમાં ઈન્ટરનેટ સાવ બંધ થઈ જશે?

લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઈન્ટરનેટ સાવ ઠપ્પ થઈ જશે? નિષ્ણાતો માને છે કે ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થવાની સંભાવના નહિવત છે. ઇન્ટરનેટનું માળખું રસ્તાઓના જાળા જેવું હોય છે. જો એક રસ્તો (કેબલ) બંધ થાય, તો ડેટાને બીજા રૂટ (Data Rerouting) પર વાળી દેવામાં આવે છે.

જોકે, સૌથી મોટી ચિંતા એ છે કે જો ડેટાને લાંબા રસ્તે ડાયવર્ટ કરવામાં આવશે, તો ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે અને કંપનીઓનો ખર્ચ વધશે. વળી, યુદ્ધગ્રસ્ત દરિયાઈ વિસ્તારમાં તૂટેલી કેબલ રિપેર કરવી એ ટેકનિશિયનો માટે જીવના જોખમ સમાન અને લગભગ અશક્ય છે.

Iranian IRGC issuing threats to attack US tech companies in the Middle East.

ભવિષ્યનો બચાવ અને તૈયારી

આ વૈશ્વિક ખતરાને જોતા ભારતની એરટેલ (Airtel) જેવી અગ્રણી ટેલિકોમ કંપનીઓ અત્યારથી જ પશ્ચિમ એશિયાના જોખમી વિસ્તારોને ટાળીને નવા અને સુરક્ષિત વૈકલ્પિક રૂટ (Alternative Routes) તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ઉપરાંત, ભારતે ભવિષ્યમાં સમુદ્રની નીચે કેબલ રિપેરિંગ માટે પોતાની સ્વતંત્ર તકનીકી ક્ષમતા વિકસાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

આ પણ વાંચો : LPG Price Hike: આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *