ઘરનો મુખ્ય દરવાજો લક્ષ્મીજીનું આગમન દ્વાર છે. તેને હંમેશા સાફ રાખો અને ત્યાં પગરખાં ન રાખો.

તિજોરી કે કબાટ હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો જેથી તે ઉત્તર દિશામાં ખૂલે. ઉત્તર કુબેર દેવની દિશા છે.

જો નળમાંથી પાણી ટપકતું હોય તો તેને તરત રિપેર કરાવો. ટપકતું પાણી આર્થિક નુકસાન અને પૈસાના વ્યયનું પ્રતીક છે.

ઘરના ઈશાન ખૂણામાં ભારે સામાન ન રાખો. આ ભાગમાં મંદિર બનાવો અથવા તેને એકદમ સ્વચ્છ અને હળવો રાખો.

ઘરમાં નકારાત્મકતા દૂર કરવા માટે અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું નાખીને પોતું કરો. લક્ષ્મીજીનો વાસ થશે

ઘરમાં તૂટેલો અરીસો કે તિરાડ પડેલા વાસણો ક્યારેય ન રાખવા. તે ગરીબી (દરિદ્રતા) ને આમંત્રણ આપે છે.

ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં કચરાપેટી ન રાખો. આનાથી આવક અટકી જાય છે અને ખર્ચ વધે છે.

દરરોજ સાંજે તુલસી ક્યારે અને ઘરના મુખ્ય ઉંબરે દીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન વધે છે.