ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સને બદલે પીવો ‘આમ ઝોર’, લૂથી બચવાનો દેશી નુસખો!

Refreshing Aam Jhor drink made from roasted raw mangoes for summer.
Share The Story

Aam Jhor Recipe : ઉનાળાની કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પારો સતત વધી રહ્યો છે અને ગળામાં શોષ પડવાને કારણે આપણું મન વારંવાર કંઈક ઠંડું પીવા માટે તલપાપડ થાય છે. મોટાભાગના લોકો બજારમાંથી કેમિકલયુક્ત કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) અથવા પ્રિઝર્વેટિવ્સવાળા જ્યુસ ખરીદીને પોતાની તરસ છિપાવે છે, પરંતુ આ પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

જો તમે આ ગરમીમાં કંઈક એવું શોધી રહ્યા છો જે સ્વાદમાં બેમિસાલ હોય અને શરીરને અંદરથી ઠંડક આપે, તો ઉત્તર ભારતમાં લોકપ્રિય એવું ‘આમ ઝોર’ (Aam Jhor) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. યુપી અને બિહારમાં સદીઓથી આ પીણું ઉનાળાનું ‘સુપરડ્રિંક’ (Summer Superdrink) માનવામાં આવે છે.

આમ ઝોરના અદભૂત ફાયદા (Health Benefits)

શેકેલી કાચી કેરી (Raw Mango) માંથી બનતું આ પીણું માત્ર તરસ જ નથી છિપાવતું, પણ ગરમીમાં લાગતી લૂ (Heatstroke) થી બચાવવામાં પણ રામબાણ ઈલાજ છે. તેમાં રહેલા દેશી મસાલા પાચનતંત્ર (Digestion System) ને સુધારે છે અને ગેસ, એસિડિટી કે કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. આ પીણું સંપૂર્ણપણે કેમિકલ ફ્રી (Chemical Free) હોવાથી નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે ફાયદાકારક છે.

કેવી રીતે બનાવશો ‘આમ ઝોર’? (Aam Jhor Recipe)

આ દેશી હેલ્થ ડ્રિંક (Desi Health Drink) બનાવવાની રીત ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ ૨-૩ કાચી કેરીને ગેસ અથવા સગડી પર શેકી લો. જ્યારે તેની છાલ કાળી પડી જાય, ત્યારે તેને ઠંડી કરી છાલ ઉતારી લો. અંદરનો ગૂદો (Pulp) કાઢીને તેને ઠંડા પાણીમાં બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ મુજબ સંચળ, શેકેલું જીરું પાવડર (Roasted Cumin Powder), ફુદીનાના પાન અને બારીક કાપેલું લીલું મરચું ઉમેરો. બસ, તૈયાર છે તમારું તાજગીસભર આમ ઝોર!

આ પણ વાંચો : Prevent Body Odor Naturally: પરસેવાની ગંધથી શરમાવું નહીં પડે! આ 5 ઘરેલું ઉપાયો મિનિટોમાં આપશે પરિણામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *