BhartiSingh Pregnant 3rd Time: ૪૧ વર્ષની ઉંમરે ભારતી સિંહ ત્રીજી વખત બનશે માં? પ્રેગ્નેન્સી કીટ જોઈને રડી પડી કોમેડિયન

bharti singh pregnant third time viral
Share The Story

BhartiSingh Pregnant 3rd Time: બોલિવૂડ અને ટેલિવિઝન જગતની ફેમસ કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા (Haarsh Limbachiyaa) અવારનવાર પોતાના વ્લોગ્સ દ્વારા ફેન્સને મનોરંજન પૂરું પાડતા રહે છે. તાજેતરમાં ભારતી સિંહે પોતાના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક એવો વીડિયો શેર કર્યો છે જેનાથી સોશિયલ મીડિયા પર ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં ભારતી હાથમાં પ્રેગ્નેન્સી કીટ (Pregnancy Kit) લઈને ભાવુક થતી અને જોરજોરથી રડતી જોવા મળી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર (Bharti Singh Pregnant Third Time) ના સમાચારો વાયરલ થઈ રહ્યા છે.

શું છે વાયરલ વીડિયોનું અસલી સત્ય?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતી સિંહ વોશરૂમમાં બેઠેલી જોવા મળે છે અને તેના હાથમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ છે. કીટમાં બે લાલ લાઈનો (Two Red Lines) દેખાતા જ ભારતી ખુશીથી ચીખવા લાગે છે અને રૂમમાં જઈને ડાન્સ કરવા લાગે છે. વીડિયો જોઈને ફેન્સ કમેન્ટ સેક્શનમાં સવાલો પૂછી રહ્યા છે કે શું ભારતી ૪૧ વર્ષની ઉંમરે ત્રીજી વખત માં બનવા જઈ રહી છે?

જોકે, અહેવાલો અને કમેન્ટ્સ અનુસાર આ વીડિયો ભારતી સિંહની જૂની પ્રેગ્નેન્સી (જ્યારે તે પ્રથમ વખત માં બનવાની હતી) સમયનો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ભારતી અને હર્ષ અત્યાર સુધીમાં બે પુત્રો- લક્ષ્ય (ગોલા) અને યશવીર (કાજુ) ના માતા-પિતા બની ચૂક્યા છે.

દીકરીની ઈચ્છા અને હર્ષનું નિવેદન

ભારતી સિંહે અગાઉ ઘણી વખત ખુલાસો કર્યો છે કે તેને એક નાનકડી દીકરી (Baby Girl) ની ખૂબ જ ઈચ્છા હતી. બીજી ડિલિવરી વખતે પણ તે દીકરી ઈચ્છતી હતી પરંતુ ભગવાને તેને ફરી પુત્ર રત્ન આપ્યો. હર્ષ લિમ્બાચીયાએ એક પોડકાસ્ટમાં મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “અમે ત્યાં સુધી અટકીશું નહીં જ્યાં સુધી દીકરી ન આવી જાય.” આથી જ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે કપલ હવે ત્રીજા બાળકના આગમનની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો :-Kumkum Bhagya Actress Death : ફિલ્મ ‘છાવા’ ફેમ અભિનેત્રી સંચિતા ઉગાલેએ મુંબઈમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *