Chhotaudepur Superstition Case : ગૂગલ અને એઆઈના આ યુગમાં જ્યાં દુનિયા મંગળ પર પહોંચવાની વાતો કરે છે, ત્યાં ગુજરાતના છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે આપણને પાષાણ યુગની યાદ અપાવી દે. એક તરફ હોસ્પિટલના આધુનિક મશીનો થંભી ગયા અને બીજી તરફ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના નામે એક નવી ‘વિધી’ શરૂ થઈ.

મોત પછીનો ‘ખેલ’: જ્યારે હોસ્પિટલ બની વિધિનું મેદાન
બન્યું એવું કે, એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં સારવાર લઈ રહેલા દર્દીનું દુખદ અવસાન (Death) થયું. સામાન્ય રીતે પરિવાર મૃતદેહની અંતિમ વિધિની તૈયારી કરે, પણ અહીં તો કંઈક અલગ જ આયોજન હતું. મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા તો ખરા, પણ સાથે એક ‘ભુવા’ (Witch Doctor) ને પણ લાવ્યા!
હોસ્પિટલના દરવાજે જ ભુવાએ પોતાનું પાથરણું પાથર્યું અને આસપાસ લોકોના ટોળા (Crowd) જામી ગયા. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ માટે આ દ્રશ્ય અકલ્પનીય હતું. ભુવાએ ધૂણવાનું શરૂ કર્યું અને મંત્રોચ્ચાર સાથે મૃતકની આત્મા અથવા ‘જીવ’ (Soul) ને કાબૂમાં લેવાની પ્રક્રિયા હાથ ધરી.
“અમારા સ્વજન અમને છોડીને ક્યાંય ન જાય, તે હંમેશા અમારી પાસે જ રહે તે માટે આ વિધિ અનિવાર્ય છે.” — પરિવારની અતૂટ માન્યતા.
શું છે આ ‘ખૂંટ’ની પરંપરા? (The Mystery of Wooden Pillar)
આદિવાસી સમાજ (Tribal Community) માં વર્ષો જૂની માન્યતા છે કે જો વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થાય, તો તેનો જીવ ત્યાં જ ભટકતો રહી જાય છે. આ જીવને ઘરે પાછો લાવવા માટે ભુવાની મદદ લેવાય છે.
-
વિધિ: ભુવો હોસ્પિટલની બહાર વિધિ કરી જીવને કલેક્ટ કરે છે.
-
સ્થાપના: ઘરે જઈને વાડામાં લાકડાનો એક સ્તંભ એટલે કે ‘ખૂંટ’ (Wooden Pillar) બનાવવામાં આવે છે.
-
વિશ્વાસ: આ ખૂંટમાં જીવને સ્થાપિત કરવામાં આવે છે જેથી મૃતક સભ્ય કાયમ પરિવારની રક્ષા કરે.

તંત્રના પ્રયાસો ‘ઠેરના ઠેર’ (Awareness vs Tradition)
આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ (Government Hospital) માં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા તંત્ર (District Administration) દ્વારા અવારનવાર અંધશ્રદ્ધા (Superstition) વિરોધી કાર્યક્રમો કરવામાં આવે છે, અવેરનેસ કેમ્પ યોજાય છે, પરંતુ આદિવાસી પટ્ટામાં પરંપરાના મૂળ એટલા ઊંડા છે કે વિજ્ઞાનનો પ્રકાશ ત્યાં પહોંચતા વાર લાગે તેમ છે.
આ પણ વાંચો : રીલ બનાવવાનો ચક્કર પડ્યો ભારે! ૧૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યો પ્રવાસી, જાણો કોણે આપ્યુ જીવનદાન?

