ભારતમાં ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) 28 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા પહેલા જ ખેલાડીઓની રમતિયાળ નિવેદનબાજીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વખતે ફરી એકવાર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નો ઉગતો સિતારો વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પોતાના મજેદાર અંદાજને કારણે ચર્ચામાં છે.
“૨-૩ હજાર રન બોલી દઈશ…”
આ પણ વાંચો : Virat Kolhi Viral Video : વિરાટ કોહલીએ મેદાન પર ઉતરીને ખોલ્યા જીતના રહસ્યો, શું RCB ફરી ટ્રોફી જીતશે?
IPL 2026 ની સિઝન પૂર્વે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે વૈભવને પૂછ્યું કે, “શું આ વખતે તમારું લક્ષ્ય ઓરેન્જ કેપ (Orange Cap) જીતવાનું છે?” ત્યારે આ 14 વર્ષના યુવાને જે હાજરજવાબી બતાવી તેણે સૌના દિલ જીતી લીધા. વૈભવે સ્મિત સાથે કહ્યું:
“તમે જો આવો સવાલ પૂછશો, તો હું ૨-૩ હજાર રન (Runs) બોલી દઈશ!”
તેના આ જવાબથી ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, ત્યારબાદ તેણે ગંભીરતાથી ઉમેર્યું કે તેનું ધ્યાન વ્યક્તિગત રેકોર્ડ્સ (Personal Records) પર નહીં, પરંતુ પ્રોસેસ ફોલો કરી ટીમને ચેમ્પિયન બનાવવા પર છે.
Typical Vaibhav 😂🔥 pic.twitter.com/3rkxF1WLFl
— Rajasthan Royals (@rajasthanroyals) March 21, 2026
રેકોર્ડ્સનો બેતાજ બાદશાહ
વૈભવ માત્ર વાતોમાં જ નહીં, પણ બેટિંગમાં પણ એટલો જ પાવરફુલ છે. તેના આંકડા જોઈને ભલભલા બોલરો પરસેવે રેબઝેબ થઈ જાય છે:
-
ફાસ્ટેસ્ટ સેન્ચુરી: માત્ર 35 બોલમાં સદી ફટકારી સૌથી નાની ઉંમરે આઈપીએલ ઇતિહાસમાં ઈતિહાસ રચ્યો.
-
U19 વર્લ્ડ કપ હીરો: ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં 80 બોલમાં 175 રન ફટકારી ભારતને ટ્રોફી જીતાડી.
-
T20 ઇમ્પેક્ટ: 206.56 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ (Strike Rate) સાથે તે બોલિંગ લાઇન-અપને વેરવિખેર કરી દે છે.
રાજસ્થાન રોયલ્સનો ટ્રમ્પ કાર્ડ
રાજસ્થાન રોયલ્સે વૈભવને 1.1 કરોડ રૂપિયામાં ખરીદીને મોટો જુગાર રમ્યો હતો, જે હવે સાચો સાબિત થઈ રહ્યો છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની આ ટીમમાં વૈભવ મિડલ ઓર્ડરમાં એક વિસ્ફોટક ફિનિશર તરીકે ઉભરી રહ્યો છે. તેની આક્રમક બેટિંગ શૈલી તેને T20 ક્રિકેટ (T20 Cricket) નો ‘નેક્સ્ટ સુપરસ્ટાર’ બનાવે છે.
આ પણ વાંચો : IPL 2026 Captains List : નવા સેનાપતિઓ સાથે મેદાનમાં ઉતરશે ટીમો, જાણો કોણ છે નવા કેપ્ટન?

