Virat Kolhi Viral Video : વિરાટ કોહલીએ મેદાન પર ઉતરીને ખોલ્યા જીતના રહસ્યો, શું RCB ફરી ટ્રોફી જીતશે?

Virat Kohli Giving Motivation to Team Mates in Viral Video.
Share The Story

Virat Kolhi Viral Video : ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર! IPL 2026 નો રોમાંચ હવે શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્ષની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાવાની છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. RCB આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે અને તેમનું લક્ષ્ય સળંગ બીજી વાર ટ્રોફી જીતવાનું હશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કિંગ કોહલીનો એક વીડિયો વાયરલ થયો છે, જેણે ફેન્સમાં હલચલ મચાવી દીધી છે.

 વિરાટનું ‘વાયરલ’ મોટિવેશન

નેટ્સમાં પ્રેક્ટિસ (Net Practice) શરૂ કરતા પહેલા વિરાટ કોહલીએ પોતાની ટીમને જે રીતે હૂંફ આપી, તે જોતા સ્પષ્ટ છે કે RCB આ વખતે પણ ફુલ ફોર્મમાં છે. કોહલીએ ટીમને ચેતવણી આપતા કહ્યું, ‘આપણે ચેમ્પિયન છીએ, અને એટલે જ આ વખતે રસ્તો વધુ કાંટાળો હશે. અન્ય ટીમો આપણને ટક્કર આપવા અને દબાવવાનો પ્રયાસ કરશે.’

કોહલીના આ શબ્દોમાં ચેમ્પિયનનો ગર્વ અને આત્મવિશ્વાસ છલકાતો હતો. તેણે ખેલાડીઓને પ્રેક્ટિસ સેશનનો દરેક મિનિટનો સદુપયોગ કરવા અને આગામી અઢી મહિના સુધી પોતાનું 120% આપવા માટે પ્રોત્સાહિત કર્યા. વિરાટ કોહલીનો આ જોશીલો અંદાજ જોઈને ફેન્સ કોમેન્ટ સેક્શનમાં #RCB #KingKohli અને #IPL2026 જેવા હેશટેગ્સ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

 નેટ્સમાં ‘ફટાકડા’ જેવી બેટિંગ

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ (ODI Series) બાદ આરામ કરીને વિરાટ હવે મેદાન પર વાપસી કરવા તૈયાર છે. RCB દ્વારા શેર કરવામાં આવેલા બીજા એક વીડિયોમાં ‘ધ રન મશીન’ નેટ્સમાં મોટા શોટ્સ લગાવતો જોવા મળી રહ્યો છે. વિરાટના બેટમાંથી નીકળતા એ ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા જોઈને ફેન્સ અત્યારથી જ IPL 2026 માં રનની સુનામી આવવાની આગાહી કરી રહ્યા છે. વિરાટની આ લય જોતા લાગે છે કે તે આ વખતે પણ અનેક રેકોર્ડ્સ તોડવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો : MS Dhoni Fitness: શું આ માહીની છેલ્લી IPL હશે? વીડિયો થયો વાયરલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *