IND A vs SL A : શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય સીરીઝમાં 15 જૂનના રોજ ભારત-A અને શ્રીલંકા-A વચ્ચે એક રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ નિર્ધારિત સ્કોર સુધી પહોંચી હતી, પરંતુ અંતે સુપર ઓવરમાં શ્રીલંકા-A એ બાજી મારી લીધી હતી. આ મેચમાં ભારતીય ટોપ ઓર્ડરના બેટ્સમેન ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
નિષ્ફળ રહ્યો ભારતીય ટોપ ઓર્ડર
મેચની શરૂઆત ભારતીય ટીમ માટે ખાસ રહી ન હતી. ઓપનર પ્રભસિમરન સિંહ અને વૈભવ સૂર્યવંશી સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કેપ્ટન તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ અને આયુષ બદોની પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ટીમ 143 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી.
મધ્યમ ક્રમના બેટ્સમેનોની લડાયક બેટિંગથી મળ્યો સ્કોર
ત્યારબાદ સૂર્યાંશ શેડગે અને વિપ્રજ નિગમે ટીમને સંભાળી હતી. સૂર્યાંશે 66 બોલમાં 72 રન અને વિપ્રજ નિગમે 49 બોલમાં 51 રન બનાવી ભારતને ૨૬૫ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આ બંને ખેલાડીઓની ઇનિંગને કારણે ભારતીય ટીમ મેચમાં ટકી શકી હતી.
શ્રીલંકાની બેટિંગ અને સુપર ઓવરનો રોમાંચ
શ્રીલંકા તરફથી સદિકા સમરવિક્રમાએ 113 બોલમાં 93 રન બનાવી ટીમને મેચમાં જીવંત રાખી હતી. નિર્ધારિત 50 ઓવરમાં સ્કોર બરાબર થતા મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવરમાં શ્રીલંકાએ 16 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય બેટ્સમેનો માત્ર 10 રન જ બનાવી શક્યા અને મેચ ગુમાવી દીધી હતી.
Sri Lanka A win a closely-contested match in the Super Over.
India A will now turn their focus towards the match against Afghanistan A on Wednesday.
Scorecard ▶️ https://t.co/KmJXXWN9lm#SLAvINDA | #TriNationSeries pic.twitter.com/bg1IO1tFXO
— BCCI (@BCCI) June 15, 2026
આ પણ વાંચો : E85 Petrol Price : CNG કરતાં પણ સસ્તું પેટ્રોલ લોન્ચ; જાણો શું છે E85 ફ્યુઅલ અને તેના ફાયદા

