Parasite Worms In Human Body : હાથની સામાન્ય ગાંઠમાંથી નીકળ્યા ૧૦ સેમી લાંબા બે જીવતા કીડા, ડોક્ટરો પણ સ્તબ્ધ!

Medical setup showing a bandaged hand of a woman after surgery and a petri dish with parasite worms in human body.
Share The Story

Parasite Worms In Human Body : માનવ શરીરમાં પરજીવી જીવડાં પ્રવેશવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ ચીનમાંથી એક અત્યંત ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે (Parasite Worms In Human Body). અહીં એક મહિલાના હાથમાં સર્જાયેલી સામાન્ય ગાંઠ પાછળ કોઈ રોગ નહીં, પરંતુ 10-10 સેન્ટીમીટર લાંબા બે જીવતા કીડા હોવાનું સામે આવ્યું છે. આ વિચિત્ર ઘટનાએ સામાન્ય લોકોની સાથે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.

હાથમાં એક વર્ષ સુધી વધતી રહી ગાંઠ (Mysterious Hand Lump)

દક્ષિણ ચીનની મીડિયા સંસ્થા ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ (South China Morning Post) ના અહેવાલ મુજબ, આ ચોંકાવનારી ઘટના ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના શેનઝેન (Shenzhen) શહેરમાં બની છે. અહીં રહેતી વાંગ ઉપનામ ધરાવતી એક મહિલાના હાથ પર આશરે એક વર્ષ પહેલાં એક નાની ગાંઠ દેખાઈ હતી. શરૂઆતમાં મહિલાએ તેને સામાન્ય સોજો માનીને અવગણના કરી હતી. પરંતુ, સમય જતાં આ ગાંઠ સતત મોટી થતી ગઈ અને આખરે તેનો આકાર તેતરના ઈંડા જેવડો થઈ ગયો. તેની સાથે હાથમાં અસહ્ય દુખાવો શરૂ થતાં મહિલા સારવાર માટે શેનઝેન પીપલ્સ હોસ્પિટલ પહોંચી હતી.

ઓપરેશન દરમિયાન સામે આવ્યું ચોંકાવનારું સત્ય (Live Parasite Surgery)

હોસ્પિટલના તબીબોએ જ્યારે આ ગાંઠની તપાસ કરી ત્યારે તેમને ઓપરેશન (Surgery) કરીને તેને બહાર કાઢવાની જરૂરિયાત જણાઈ હતી. જોકે, ઓપરેશન થિયેટરમાં જ્યારે ડોક્ટરોએ મહિલાના હાથનો એ ભાગ ખોલ્યો ત્યારે અંદરનો નજારો જોઈને સૌના હોશ ઊડી ગયા હતા. મહિલાના હાથના સ્નાયુઓની અંદરથી ૧૦ સેન્ટીમીટર લાંબા બે જીવતા પરજીવી કીડા (Parasite Worms In Human Body) સવળવળતા બહાર નીકળ્યા હતા. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે આ બંને કીડા ‘સ્પાર્ગેનમ’ (Sparganum) નામના અત્યંત ખતરનાક પરજીવી હતા.

રસોડાની આ નાની બેદરકારીથી શરીરમાં પહોંચ્યા કીડા (Kitchen Cross Contamination)

આ પરજીવી કીડા મહિલાના સ્નાયુઓ સુધી કેવી રીતે પહોંચ્યા, જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે કિચનની એક મોટી બેદરકારી સામે આવી. વાંગે જણાવ્યું કે તે અવારનવાર ઘરમાં દેડકા (Frog) રાંધતી હતી. પરંતુ, મોટી ભૂલ એ હતી કે દેડકા કાપવા માટે તે જે ચોપિંગ બોર્ડ (Chapping Board) અને છરીનો ઉપયોગ કરતી હતી, તેના પર જ તે પછીથી સલાડ અને અન્ય ઠંડી વાનગીઓ પણ કાપતી હતી. ડોક્ટરોના મતે, દેડકાના શરીરમાં રહેલા આ કીડાના જીવાણુઓ બોર્ડ પર ચોંટી ગયા હશે અને સલાડ દ્વારા તે મહિલાના શરીરમાં પ્રવેશી ગયા હોઈ શકે છે.

માનવ શરીરમાં આ કીડા કેટલા ખતરનાક? (Health Risks of Sparganum)

હોસ્પિટલના ત્વચારોગ વિભાગના ડોક્ટરોએ જણાવ્યું કે આ સ્પાર્ગેનમ પરજીવી માનવ શરીરમાં સીધા પુખ્ત બનતા નથી, પરંતુ તે શરીરની અંદર જ જીવતા રહીને અલગ-અલગ અંગોમાં પ્રવાસ કરે છે. તદુપરાંત, આ કીડા ત્વચાની નીચે, સ્નાયુઓમાં, આંખોમાં, છાતીમાં અને મગજ (Brain) સુધી પણ પહોંચી શકે છે. જો આ પરજીવી મગજ કે આંખ સુધી પહોંચી જાય તો માણસ અંધ થઈ શકે છે અથવા લકવાગ્રસ્ત પણ થઈ શકે છે. ચીનમાં અગાઉ પણ મહિલાના મગજમાંથી ૮ સેમી અને એક પુરુષના મગજમાંથી ૫ સેમી લાંબો કીડો ઓપરેશન કરીને કાઢવામાં આવ્યો હતો. તબીબોએ કડક ચેતવણી આપી છે કે કાચું માંસ કે માછલી કાપવાના બોર્ડ પર ક્યારેય સીધો ખોરાક ન કાપવો જોઈએ, કારણ કે માત્ર સાબુથી ધોવાથી આ પરજીવીના અંડા નાશ પામતા નથી.

આ પણ વાંચો : Iran માં મરણીયો જંગ! Mojtaba Khamenei નો પગ કપાયો? એર સ્ટ્રાઈક બાદ સ્થિતિ ગંભીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *