Gold Rate Today India : શું તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? જો હા, તો આજના ભાવ સાંભળીને કદાચ તમારા હોશ ઊડી જશે. અત્યારે વિશ્વભરમાં, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ (Middle East Conflict) ની સીધી અસર કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે. સુરક્ષિત રોકાણ (Safe Haven Investment) તરીકે દુનિયાભરના રોકાણકારો સોના તરફ વળ્યા છે, જેના કારણે કિંમતોમાં અવિશ્વસનીય તેજી જોવા મળી રહી છે.

MCX પર સોનાની ગતિવિધિ
શનિવારે ભલે બજાર બંધ હોય, પરંતુ શુક્રવારે એટલે કે 27 માર્ચ 2026 ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ (Gold Rate) માં 0.04% નો મામૂલી સુધારો દેખાયો હતો, પરંતુ દિવસ દરમિયાન તેણે 1,46,075.00 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી. દિવસના અંતે સોનું 62 રૂપિયાની તેજી સાથે 1,44,339.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
શા માટે વધી રહ્યા છે ભાવ?
નિષ્ણાતોના મતે, આ તેજી પાછળનું મુખ્ય કારણ ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે અસ્થિરતા આવે છે, ત્યારે શેરબજાર કરતા સોનું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાનો જથ્થો વધારવો અને ડોલરના મૂલ્યમાં ફેરફાર પણ આ વધારા માટે જવાબદાર છે.
ગુજરાત અને દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
સોનાના ભાવમાં સ્થાનિક ટેક્સ અને જ્વેલર્સના પ્રીમિયમને કારણે તફાવત જોવા મળે છે. નીચે મુજબ 27 માર્ચની સાંજ સુધીના આંકડા છે:
| શહેર | 24 કેરેટ સોનું (10 ગ્રામ) | 18 કેરેટ સોનું (10 ગ્રામ) |
| અમદાવાદ (Ahmedabad) | ₹1,44,760 | ₹1,08,580 |
| સુરત (Surat) | ₹1,44,760 | ₹1,08,580 |
| વડોદરા (Vadodara) | ₹1,44,760 | ₹1,08,580 |
| દિલ્હી (Delhi) | ₹1,44,860 | ₹1,08,680 |
| મુંબઈ (Mumbai) | ₹1,44,710 | ₹1,08,530 |
| ચેન્નાઈ (Chennai) | ₹1,46,510 | ₹1,12,000 |

રોકાણકારો માટે નિષ્ણાંતોની સલાહ (Expert Advice for Investors)
બજારના જાણકારો મુજબ, સોનામાં અત્યારે વોલેટિલિટી (Volatility) ખૂબ વધારે છે. ભાવ ક્યારેક અચાનક ઘટે છે તો ક્યારેક ઉછળે છે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર (Long-term Investor) હોવ તો જ આ સ્તરે ખરીદી કરવી હિતાવહ છે. ટૂંકા ગાળા માટે અત્યારે બજાર ખૂબ જ જોખમી બની ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, રાષ્ટ્રીય સ્તરે શુક્રવારે સવારની સરખામણીએ સાંજના ભાવમાં લગભગ 1500 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
અગામી સમયમાં જો મિડલ ઈસ્ટની સ્થિતિ વણસશે તો સોનું 1.50 લાખની સપાટી પણ પાર કરી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : શું અમેરિકાની નેશનલ સિક્યોરિટી જોખમમાં? FBI ડાયરેક્ટર કાશ પટેલનું ઈમેલ હેક થતા મચ્યો ખળભળાટ

