Iran vs USA War : ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગના (War) આજે 22માં દિવસે સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. અત્યાર સુધી મધ્ય-પૂર્વના દેશો સુધી મર્યાદિત રહેલું આ યુદ્ધ હવે હિંદ મહાસાગર (Indian Ocean) સુધી વિસ્તર્યું છે. ઈરાને આજે અમેરિકા અને બ્રિટનના સૌથી સુરક્ષિત ગણાતા સંયુક્ત સૈન્ય બેઝ ‘ડિએગો ગાર્સિયા’ (Diego Garcia) પર લાંબા અંતરની બે શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો (Ballistic Missiles) દાગીને દુનિયાને હચમચાવી દીધી છે.
મિસાઈલ હુમલો અને અમેરિકાનો વળતો પ્રહાર
બ્રિટન દ્વારા અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે પોતાના સૈન્ય મથકો વાપરવાની મંજૂરી આપ્યા બાદ ઈરાન લાલઘૂમ થયું હતું. આ નિર્ણયના ગણતરીના કલાકોમાં જ ઈરાને બે ઈન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલો (Intermediate Range Ballistic Missiles) છોડી હતી.
-
પહેલી મિસાઈલ: ટેકનિકલ ખામીને કારણે ઉડાન ભર્યા બાદ અધવચ્ચે જ ફેઈલ થઈને સમુદ્રમાં ખાબકી હતી.
-
બીજી મિસાઈલ: આ મિસાઈલ ટાર્ગેટ તરફ વધી રહી હતી ત્યારે અમેરિકી યુદ્ધ જહાજ પરથી છોડવામાં આવેલી અત્યાધુનિક SM-3 ઈન્ટરસેપ્ટર (SM-3 Interceptor) મિસાઈલે તેને આકાશમાં જ ફૂંકી મારી હતી. આ હુમલામાં અમેરિકી-બ્રિટિશ બેઝને કોઈ જાન-માલનું નુકસાન પહોંચ્યું નથી.
🇮🇷🇺🇸🇬🇧 Iran fired two intermediate-range ballistic missiles at Diego Garcia, a U.S.-UK base in the Indian Ocean, per officials. Neither hit the base.
This comes hours after the UK announced it would allow the US to use the base to launch strikes on Iran.
Follow: @europa pic.twitter.com/YI24A19g6g
— Europa.com (@europa) March 21, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની મોટી કલેબંધી
મધ્ય-પૂર્વમાં વધતા તણાવને જોતા અમેરિકાએ (America) હવે ‘આરપાર’ ની લડાઈ લડવાનો સંકલ્પ કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની સુરક્ષા માટે અમેરિકાએ પોતાની સૈન્ય હાજરીમાં ધરખમ વધારો કર્યો છે:
-
નવા સૈનિકો: વધારાના 2500 મરીન કમાન્ડો (Marine Commandos) યુદ્ધના મેદાનમાં ઉતારાયા છે.
-
યુદ્ધ જહાજો: 3 અદ્યતન યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વની સમુદ્રી સીમામાં તૈનાત કરવામાં આવ્યા છે.
-
કુલ સૈન્ય બળ: આ સાથે જ મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈનિકોની કુલ સંખ્યા હવે 50,000 ને પાર કરી ગઈ છે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
બ્રિટન (Britain) આ જંગમાં સીધું કૂદી પડતા હવે આ લડાઈ માત્ર બે દેશો વચ્ચેની રહી નથી. વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગો પૈકીના એક એવા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે. જો ઈરાન પોતાના હુમલા તેજ કરશે, તો વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.
આ પણ વાંચો : ઉત્તર કોરિયામાં ‘નામની’ ચૂંટણી! Kim Jong Un નો 100% બેઠકો પર વિજય, જાણો અજીબ કિસ્સાઓ

