Trump Extends ceasefire : વિશ્વના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને લઈને આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં સીઝફાયરની મુદત વધારી દીધી છે. જોકે, આ જાહેરાત પાછળ એક મોટું કૂટનીતિક કારણ સામે આવ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Asim Munir) અને વડાપ્રધાન શહેબાઝ શરીફ (Shehbaz Sharif) ની ખાસ વિનંતી બાદ ટ્રમ્પે આ સૈન્ય કાર્યવાહી હાલ પૂરતી રોકવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને ટ્રમ્પની શરત
ટ્રમ્પે તેમના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર આ અંગેની વિગતો શેર કરતા લખ્યું કે, પાકિસ્તાને અમેરિકાને ઈરાન પર હુમલો ન કરવા આજીજી કરી હતી. પાકિસ્તાની નેતાઓ ઈચ્છે છે કે કૂટનીતિક રસ્તાઓ (Diplomatic Channels) ને વધુ એક તક આપવામાં આવે, જેથી ઈરાની નેતૃત્વ એક સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરી શકે. ટ્રમ્પના મતે, ઈરાન અત્યારે આંતરિક રીતે સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે અને તે કોઈ પણ મોટો નિર્ણય લેવાની સ્થિતિમાં નથી.
US President Donald Trump posts on his Truth Social, “… Based on the fact that the Government of Iran is seriously fractured, not unexpectedly so and, upon the request of Field Marshal Asim Munir, and Prime Minister Shehbaz Sharif, of Pakistan, we have been asked to hold our… pic.twitter.com/1jhMfXai7B
— ANI (@ANI) April 21, 2026
નાકાબંધી યથાવત: સમુદ્રમાં તણાવ
ભલે ટ્રમ્પે હુમલો અટકાવ્યો હોય, પણ તેમણે ઈરાનનો શ્વાસ રૂંધવાની રણનીતિ છોડી નથી. ટ્રમ્પે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ઈરાની બંદરો પર સૈન્ય નાકાબંધી (Military Blockade) યથાવત રહેશે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં અમેરિકી નૌસેના તૈનાત રહેશે, જે ઈરાનના વેપાર અને સપ્લાય ચેઈનને ખોરવી નાખશે. જ્યાં સુધી ઈરાન નવો પ્રસ્તાવ રજૂ નહીં કરે, ત્યાં સુધી આ સીઝફાયર અને નાકાબંધી બંને જારી રહેશે.
ઈરાનનો તીખો પલટવાર: “નાકાબંધી એ બોમ્બમારો જ છે”
ટ્રમ્પના આ નિર્ણય પર ઈરાને અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. ઈરાની સંસદના સલાહકારે રોયટર્સ (Reuters) સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સીઝફાયર લંબાવવું એ અમેરિકાની સમય જીતવાની એક ચાલ છે. તેમણે ચેતવણી આપી કે બંદરોની નાકાબંધી એ સીધો બોમ્બમારો જ ગણાય અને તેનો સૈન્ય જવાબ (Military Response) આપવા માટે ઈરાન સક્ષમ છે. “હારનાર પક્ષ શરતો લાદી શકે નહીં,” તેવું કહીને ઈરાને અમેરિકાની શરતો ફગાવી દીધી છે.
જેડી વેન્સની મુલાકાત રદ
આ જંગના વાદળો વચ્ચે વ્હાઇટ હાઉસે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) ની ઈસ્લામાબાદ યાત્રા મોકૂફ રાખી છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલો આ સંઘર્ષ 8 એપ્રિલે સીઝફાયર સુધી પહોંચ્યો હતો, જેની મુદત 22 એપ્રિલે પૂર્ણ થતી હતી, પરંતુ હવે પાકિસ્તાની દબાણ અને કૂટનીતિને કારણે આ મુદત વધારવામાં આવી છે.
આ પણ વાંચો : Daily Horoscope: આજે કઈ રાશિ માટે ધનલાભના યોગ અને કોણે રહેવું પડશે સાવધાન?

