IPL 2026 : ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણ છે નવા માલિક?

Rajasthan Royals sold for a record 1.63 billion dollars to American billionaire group.
Share The Story

Rajasthan Royals Sold : ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) (IPL) માત્ર ક્રિકેટની રમત નથી રહી, પરંતુ તે વિશ્વનું સૌથી મોટું બિઝનેસ હબ બની ગયું છે. આ વાતની સાબિતી આજે મળી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) (RR) ની ફ્રેન્ચાઇઝી અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈ છે. અમેરિકી બિઝનેસમેન કલ સોમાણી (Kal Somani) ના નેતૃત્વવાળા ગ્રુપે આ ટીમને અધધ 1.63 બિલિયન અમેરિકી ડોલર (આશરે ₹15,286 કરોડ) માં ખરીદીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

 કોણ છે કલ સોમાણી અને વોલમાર્ટ કનેક્શન? 

આ માત્ર એક સામાન્ય ખરીદી નથી, પરંતુ આની પાછળ અમેરિકાના દિગ્ગજ બિઝનેસમેનનો હાથ છે. કલ સોમાણી, જેઓ IntraEdge, Academian અને Truyo.AI જેવી પ્રતિષ્ઠિત ટેક કંપનીઓના માલિક છે, તેમણે આ ડીલ ફાઈનલ કરી છે. સૌથી મોટી વાત એ છે કે આ સોદામાં તેમને વિશ્વની સૌથી મોટી રીટેલ ચેઈન વોલમાર્ટ ફેમિલી (Walmart Family) ના રોબ વોલ્ટનનું સીધું સમર્થન પ્રાપ્ત છે.

અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સમાં સૌથી મોટી હિસ્સેદારી મનોજ બડાલે (Manoj Badale) પાસે હતી, પરંતુ હવે કલ સોમાણીએ 100 ટકા હિસ્સેદારી મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે સોમાણી વર્ષ ૨૦૨૧થી ટીમમાં નાના હિસ્સેદાર તરીકે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા ૬ મહિનાની ગહન ચર્ચાઓ બાદ આખરે તેમણે આખી ટીમ ખરીદવાનો નિર્ણય લીધો છે.

 IPL 2026: નવા માલિક, નવો કેપ્ટન અને નવા સમીકરણો

ટીમની માલિકી બદલાતા જ મેદાન પરના સમીકરણોમાં પણ ધરખમ ફેરફાર જોવા મળશે:

  • રિયાન પરાગની કપ્તાની: IPL 2026 માં રાજસ્થાન રોયલ્સની કમાન યુવા અને વિવાદાસ્પદ પણ પ્રતિભાશાળી ખેલાડી રિયાન પરાગ (Riyan Parag) સંભાળશે.

  • સંજૂ સેમસનની વિદાય: ટીમનો સાથ વર્ષોથી નિભાવી રહેલા સંજૂ સેમસન (Sanju Samson) હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) (CSK) ના પીળા ડ્રેસમાં જોવા મળશે.

  • સ્ટાર પ્લેયર્સની એન્ટ્રી: સેમસનની ટ્રેડ ડીલના બદલામાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન વતી રમતા દેખાશે. જોકે, ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન (Sam Curran) ઈજાને કારણે આ સિઝન ગુમાવી રહ્યો છે.

 શું RCB હવે 16 હજાર કરોડને પાર કરી જશે? 

રાજસ્થાન રોયલ્સની આ મલ્ટી-બિલિયન ડોલર ડીલ બાદ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) (RCB) ના વેચાણની અટકળો તેજ બની છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો રાજસ્થાન જેવી ટીમ ૧૫ હજાર કરોડમાં વેચાઈ શકે, તો વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી RCB ની કિંમત આરામથી ૨ બિલિયન ડોલર (આશરે ₹૧૬,૭૦૦ કરોડ) ને પાર કરી જશે.

આ પણ વાંચો : IPL 2026 : ઓરેન્જ કેપના સવાલ પર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આપ્યો મજેદાર જવાબ, જૂઓ VIDEO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *