Facebook Creator Fast Track : જો તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટિકટોક પર વીડિયો બનાવીને થાક્યા છો અને હવે તગડી કમાણી કરવા માંગો છો, તો સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. ફેસબુક દ્વારા સત્તાવાર રીતે ‘ક્રિએટર ફાસ્ટ ટ્રેક’ (Facebook Creator Fast Track) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ પ્રતિભાશાળી ક્રિએટર્સને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો અને તેમને પ્લેટફોર્મ પર ઝડપથી ગ્રોથ (Growth) અપાવવાનો છે.

કમાણીનો આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
આ પ્રોગ્રામની સૌથી આકર્ષક બાબત એ છે કે કંપની આગામી ત્રણ મહિના સુધી ક્રિએટર્સને ગેરેન્ટેડ પેમેન્ટ આપવાનું વચન આપી રહી છે. જોકે, આ કમાણી તમારા અન્ય પ્લેટફોર્મ પરના ફોલોઅર્સની સંખ્યા પર આધારિત રહેશે.
-
₹90,000 પ્રતિ માસ: જે ક્રિએટર્સ પાસે ઇન્સ્ટાગ્રામ (Instagram) કે અન્ય પ્લેટફોર્મ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે, તેમને દર મહિને 1,000 ડોલર મળશે.
-
₹2,78,000 પ્રતિ માસ: જો તમારા ફોલોઅર્સ 10 લાખથી વધુ છે, તો તમે દર મહિને 3,000 ડોલર સુધીની મસમોટી કમાણી કરી શકો છો.
તદુપરાંત, આ પ્રોગ્રામમાં સામેલ થનારા ક્રિએટર્સની રીલ્સને (Reels) ફેસબુક પોતે વધુ પુશ આપશે, જેનાથી ફોલોઅર્સ વધારવા ખૂબ જ સરળ બની જશે.

ક્રિએટર ઇકોનોમીમાં મેટાનું મસમોટું રોકાણ
નોંધનીય છે કે, ફેસબુક હવે માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઇટ નથી રહી પરંતુ કમાણીનું સાધન બની ગઈ છે. વર્ષ 2025માં કંપનીએ ક્રિએટર્સ પાછળ અંદાજે 3 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. પરિણામે, 10,000 ડોલરથી વધુ કમાણી કરનારા ક્રિએટર્સની સંખ્યામાં 30% નો તોતિંગ વધારો થયો છે.
હવે કમાણી માત્ર વિડિયો પૂરતી મર્યાદિત નથી. તમે ફોટો, ટેક્સ્ટ પોસ્ટ અને સ્ટોરીઝ દ્વારા પણ ફેસબુક કન્ટેન્ટ મોનેટાઈઝેશન (Facebook Content Monetization) નો લાભ લઈ શકો છો. જોકે, આ માટે તમારે પ્રોફેશનલ ડેશબોર્ડ (Professional Dashboard) માં જઈને સતત તમારા પર્ફોર્મન્સ પર નજર રાખવી પડશે.
આ પણ વાંચો : મારુતિનો માસ્ટરસ્ટ્રોક! મધ્યમ વર્ગ માટે વરદાન બની આ ‘ફેમિલી કાર’, આપે છે 34ની ધાકડ એવરેજ

