ટેક જગતની દિગ્ગજ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વર્ષ 2026ની શરૂઆતથી જ એક પછી એક નવા ફીચર્સ લાવી રહી છે. પરંતુ, હવે જે ફીચરની એન્ટ્રી થઈ છે તેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ નવા ફીચરનું નામ છે ગેસ્ટ ચેટ્સ (Guest Chats).
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે તમારે કોઈની સાથે વાત કરવા માટે સામેની વ્યક્તિના ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ હોય તે જરૂરી નથી. હા, તમે સાચું વાંચ્યું! હવે વોટ્સએપ એકાઉન્ટ વગર પણ પર્સનલ ચેટિંગ (Personal Chatting) શક્ય બનશે.
શું છે આ ‘ગેસ્ટ ચેટ્સ’ ફીચર?
સામાન્ય રીતે, વોટ્સએપ પર મેસેજ મોકલવા માટે મોકલનાર અને મેળવનાર બંને પાસે એકાઉન્ટ હોવું અનિવાર્ય હતું. જોકે, નવા વોટ્સએપ ગેસ્ટ ચેટ્સ (WhatsApp Guest Chats) ફીચરથી આ મર્યાદા દૂર થઈ ગઈ છે.
WABetaInfo ના રિપોર્ટ મુજબ, આ ફીચર અત્યારે કેટલાક એન્ડ્રોઇડ (Android) અને iOS બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ પ્રાઈવસીના કારણે એપ ડાઉનલોડ કરવા માંગતા નથી અથવા જેમની પાસે સ્ટોરેજની સમસ્યા છે.

આ ફીચર કેવી રીતે કામ કરશે?
જો તમારે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરવી છે જે વોટ્સએપ પર નથી, તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
-
લિંક જનરેટ કરો: એપના ‘ઇન્વાઇટ અ ફ્રેન્ડ’ (Invite a friend) સેક્શનમાં જઈને એક ખાસ ઇન્વાઇટ લિંક બનાવો.
-
લિંક શેર કરો: આ લિંકને તમે SMS, ઇમેઇલ કે અન્ય પ્લેટફોર્મ દ્વારા મોકલી શકો છો.
-
બ્રાઉઝર એક્સેસ: સામેની વ્યક્તિ જ્યારે આ લિંક પર ક્લિક કરશે, ત્યારે તેના મોબાઈલ કે કમ્પ્યુટરના બ્રાઉઝર (Browser) માં ચેટ બોક્સ ખુલી જશે.
-
ગેસ્ટ મોડ: ત્યાં તેને ‘ગેસ્ટ’ તરીકે વાત ચાલુ રાખવાનો વિકલ્પ મળશે. તે વિકલ્પ પસંદ કરતા જ વોટ્સએપ વેબ (WhatsApp Web) જેવું ઇન્ટરફેસ ખુલશે અને વાતચીત શરૂ થઈ જશે.

શું આ ચેટ સુરક્ષિત છે?
ઘણા યુઝર્સને પ્રાઈવસી (Privacy) બાબતે ચિંતા હોય છે. પરંતુ વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે ગેસ્ટ ચેટ્સ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (End-to-End Encryption) થી સુરક્ષિત રહેશે. સિસ્ટમ દરેક ગેસ્ટ માટે એક યુનિક આઈડેન્ટિફાયર તૈયાર કરે છે, જે મેસેજને સુરક્ષિત રાખે છે. એટલે કે, કંપની પોતે પણ તમારા મેસેજ વાંચી શકશે નહીં.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
વોટ્સએપ ગેસ્ટ ચેટ્સ (WhatsApp Guest Chats) ફીચરના કેટલાક નિયમો પણ છે:
-
10 દિવસની મર્યાદા: જો ગેસ્ટ ચેટમાં 10 દિવસ સુધી કોઈ હલચલ નહીં થાય, તો લિંક આપમેળે એક્સપાયર (Expire) થઈ જશે.
-
નોટિફિકેશનનો અભાવ: ગેસ્ટ યુઝરને નવા મેસેજની નોટિફિકેશન (Notification) નહીં મળે. તેને વારંવાર બ્રાઉઝર ચેક કરવું પડશે.
-
ડેટા સેવિંગ: જો બ્રાઉઝરની કુકીઝ ક્લીયર કરવામાં આવે, તો ગેસ્ટ ચેટનો હિસ્ટ્રી ડિલીટ થઈ શકે છે.
આ પણ વાંચો : ઉનાળામાં વરદાન સમાન છે માટલાનું પાણી, ફ્રિજનું ઠંડુ પાણી પીતા પહેલા જાણી લો આ 5 મોટા ફાયદા

