Baban Vanga Prediction 2026 : પશ્ચિમ એશિયાનું રણ અત્યારે આગના ગોળા ઓકી રહ્યું છે. ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચેનો સંઘર્ષ હવે એવા ખતરનાક વળાંક પર છે જ્યાંથી પાછા વળવું અશક્ય જણાય છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને દક્ષિણ ઈઝરાયેલના ડિમોના (Dimona) અને અરાદ શહેરો પર આધુનિક બેલેસ્ટિક મિસાઈલો (Ballistic Missiles) થી શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે. આ હુમલામાં સેંકડો લોકો રક્તરંજિત થયા છે, પરંતુ વિશ્વ માટે સૌથી મોટો ફાળો ‘ડિમોના’ શહેર છે.

પરમાણુ કેન્દ્ર પર તોળાતું જોખમ (Nuclear Threat)
ડિમોના શહેર ઈઝરાયેલનું સૌથી રહસ્યમય અને સુરક્ષિત પરમાણુ સંશોધન કેન્દ્ર (Nuclear Research Center) ધરાવે છે. ઈરાની મિસાઈલો આ સેન્ટરની બિલકુલ નજીક ખાબકતા જ આખી દુનિયામાં પરમાણુ યુદ્ધ (Nuclear War) નો ફફડાટ ફેલાયો છે. જો આ પ્લાન્ટને સહેજ પણ નુકસાન થાય, તો તેની અસર માત્ર ઈઝરાયેલ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર પૃથ્વી પર તેનો વિનાશ જોવા મળશે.
બાબા વેંગાની ભવિષ્યવાણી અને વર્ષ 2026 (Baba Vanga’s Prophecy)
જ્યારે એક તરફ મિસાઈલો વરસી રહી છે, ત્યારે બીજી તરફ બલ્ગેરિયાના અંધ ભવિષ્યવક્તા બાબા વેંગા (Baba Vanga) ની ડરામણી ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. બાબા વેંગાએ દાયકાઓ પહેલા વર્ષ ૨૦૨૬ માટે ખૌફનાક આગાહી કરી હતી:
-
ત્રીજું વિશ્વયુદ્ધ: વર્ષ ૨૦૨૬ માં ત્રીજું વિશ્વયુદ્ધ (World War 3) શરૂ થવાના એંધાણ.
-
વિનાશક જંગ: વિશ્વના પૂર્વી ભાગમાં એક એવો સંઘર્ષ શરૂ થશે જે ધીમે ધીમે સમગ્ર પૃથ્વીને ભરખી જશે.
-
પરમાણુ વિસ્ફોટ: તેમણે સ્પષ્ટપણે એક મોટા પરમાણુ વિસ્ફોટ (Nuclear Explosion) ની વાત કરી હતી, જે હવે ડિમોના પરના હુમલા સાથે જોડાઈ રહી છે.

યુરોપ બનશે બંજર જમીન? (The Destruction of Europe)
બાબા વેંગાની આગાહી મુજબ, આ યુદ્ધમાં સૌથી વધુ નુકસાન પશ્ચિમી દેશોને થશે. માર્ચ-એપ્રિલ ૨૦૨૬ નો સમયગાળો અત્યંત નિર્ણાયક ગણાવાયો છે. જો રશિયા (Russia) અને અમેરિકા (USA) આ જંગમાં સીધા કૂદશે, તો યુરોપનો મોટો હિસ્સો નિર્જન અને બંજર ભૂમિમાં ફેરવાઈ જશે. અત્યારે જે રીતે યુક્રેન, તાઈવાન અને મધ્ય એશિયામાં તણાવ વધી રહ્યો છે, તે જોતા લોકો પૂછી રહ્યા છે – “શું વિનાશની શરૂઆત થઈ ચૂકી છે?”
આ પણ વાંચો : US Iran Conflict : ડોનાલ્ડ ટ્રમ્પની પીછેહઠ કે મોટો પ્લાન? જાણો ઈરાન સાથેની ડીલની અંદરની વાત

