Gujarat News : ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં UCC ની એન્ટ્રી; જાણો કોને મળી છે આ કાયદામાં છૂટછાટ?

Chief Minister Bhupendra Patel and Gujarat Assembly building with UCC Bill 2026 news headline.
Share The Story

UCC Bill Gujarat 2026 : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં ગઈકાલે રાત્રે લોકશાહીનો એક નવો અધ્યાય લખાયો. સતત 7:30 કલાકની મેરેથોન ચર્ચા બાદ, બહુમતી સાથે ‘સમાન નાગરિક સંહિતા’ (Uniform Civil Code) (UCC) બિલ પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે જેણે આ ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે.

ગૃહમાં ગુંજ્યા ‘જય શ્રી રામ’ના નારા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જ્યારે ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ રજૂ કર્યું, ત્યારે સત્તાપક્ષે તેને હર્ષોલ્લાસ સાથે વધાવ્યું હતું.

“આ બિલ કોઈની સંસ્કૃતિ મિટાવવા માટે નથી, પરંતુ મહિલાઓ અને બાળકોને ન્યાય અપાવવા માટે છે. આદિવાસી સંસ્કૃતિ (Tribal Culture) ને આનાથી કોઈ જ આંચ નહીં આવે.”મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

નવા કાયદાના ‘માસ્ટર સ્ટ્રોક’ જેવા અંશો

વિષય નવા નિયમો અને જોગવાઈઓ (Key Rules)
લગ્ન (Marriage) દરેક લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત. નોંધણી વગર ₹૧૦,૦૦૦ સુધીનો દંડ.
બહુપત્નીત્વ એકથી વધુ લગ્ન કરનારને ૪ વર્ષની જેલની આકરી સજા.
છૂટાછેડા (Divorce) તમામ ધર્મો માટે સમાન નિયમો. કોર્ટ બહારના છૂટાછેડા હવે અમાન્ય.
લિવ-ઈન (Live-in) ૩ મહિનામાં રજિસ્ટ્રેશન ફરજિયાત. છેતરપિંડી રોકવા કડક સુરક્ષા.
વારસાઈ પિતૃક સંપત્તિમાં દીકરા-દીકરીના સમાન હક અને બાળકોને કાયદેસરતા.

કોને મળી છે વિશેષ છૂટછાટ?

સામાજિક સંતુલન જાળવવા માટે સરકારે કેટલીક મહત્વની સ્પષ્ટતાઓ કરી છે:

  • લઘુમતી સમાજ: પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં.

  • અનુસૂચિત જનજાતિ (ST): આદિવાસીઓના રૂઢિગત અધિકારોને આ કાયદાના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

રાજકીય ગરમાવો: કોંગ્રેસનો વિરોધ

વિપક્ષી નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે, ચૂંટણી નજીક આવતા જ સરકાર આ બિલ ઉતાવળમાં લાવી છે. કોંગ્રેસે બિલને ‘પ્રવર સમિતિ’માં મોકલવાની માંગ સાથે ગૃહમાંથી વોક-આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat News : શું ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયું છે? જાણો મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીની મહત્વની સ્પષ્ટતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *