IPL 2026 Phase 2 Schedule: ક્રિકેટના મહાકુંભનો બીજો તબક્કો જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?

IPL 2026 Trophy at Stadium.
Share The Story

વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 2026 ની સીઝન માટે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL 2026 ના બીજા તબક્કાનું સંપૂર્ણ શેડ્યૂલ (Full Schedule) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફેઝમાં કુલ 50 હાઈ-વોલ્ટેજ મુકાબલાઓ રમાશે, જે પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવશે.

13 એપ્રિલથી બીજા ફેઝનો પ્રારંભ

ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કાની શરૂઆત 28 માર્ચથી બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચથી થશે. જોકે, બીજા તબક્કાનો પ્રારંભ 13 એપ્રિલના રોજ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેના મુકાબલાથી થશે. આ ફેઝ 24 મે સુધી ચાલશે, જેમાં ભારતભરના વિવિધ સ્ટેડિયમોમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે.

આ પણ વાંચો : IPL 2026: મુંબઈ ઇન્ડિયન્સના ગઢમાં ‘સન્નાટો’! જસપ્રીત બુમરાહની ઈજાને કારણે બહાર? જાણો અપડેટ

નવા વેન્યુ અને હોમ ગ્રાઉન્ડમાં ફેરફાર

આ વખતે BCCI એ ભૌગોલિક વિવિધતાને ધ્યાનમાં રાખીને કુલ 12 શહેરોમાં મેચોનું આયોજન કર્યું છે. જેમાં બેંગલુરુ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાળા, રાયપુર અને ન્યૂ ચંદીગઢનો સમાવેશ થાય છે.

વિશેષ નોંધનીય છે કે, પંજાબ કિંગ્સ (PBKS) તેના હોમ મેચ ન્યૂ ચંદીગઢ અને ધર્મશાળામાં રમશે. ધર્મશાળાના સુંદર સ્ટેડિયમમાં ત્રણ મેચ રમાશે. તેવી જ રીતે, RCB ના ચાહકો માટે સારા સમાચાર છે કે ટીમ બેંગલુરુ ઉપરાંત રાયપુરમાં પણ બે મેચ રમવાની છે.

તારીખ મેચ (Match Up) સ્થળ (Venue) સમય
13 એપ્રિલ SRH vs રાજસ્થાન રોયલ્સ હૈદરાબાદ 7:30 PM
14 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ vs KKR ચેન્નાઈ 7:30 PM
15 એપ્રિલ RCB vs લખનૌ સુપર જાયન્ટ્સ બેંગલુરુ 7:30 PM
16 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ મુંબઈ 7:30 PM
17 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ vs KKR અમદાવાદ 7:30 PM
18 એપ્રિલ RCB vs દિલ્હી કેપિટલ્સ બેંગલુરુ 3:30 PM
18 એપ્રિલ SRH vs ચેન્નાઈ સુપર કિંગ્સ હૈદરાબાદ 7:30 PM
19 એપ્રિલ KKR vs રાજસ્થાન રોયલ્સ કોલકાતા 3:30 PM
19 એપ્રિલ પંજાબ કિંગ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ ન્યૂ ચંદીગઢ 7:30 PM
20 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઇન્ડિયન્સ અમદાવાદ 7:30 PM
21 એપ્રિલ SRH vs દિલ્હી કેપિટલ્સ હૈદરાબાદ 7:30 PM
22 એપ્રિલ લખનૌ સુપર જાયન્ટ્સ vs રાજસ્થાન રોયલ્સ લખનૌ 7:30 PM
23 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ 7:30 PM
24 એપ્રિલ RCB vs ગુજરાત ટાઇટન્સ બેંગલુરુ 7:30 PM
25 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સ દિલ્હી 3:30 PM
25 એપ્રિલ રાજસ્થાન રોયલ્સ vs SRH જયપુર 7:30 PM
26 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ અમદાવાદ 3:30 PM
26 એપ્રિલ લખનૌ સુપર જાયન્ટ્સ vs KKR લખનૌ 7:30 PM
27 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ vs RCB દિલ્હી 7:30 PM
28 એપ્રિલ પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ ધર્મશાળા 7:30 PM
29 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ vs SRH મુંબઈ 7:30 PM
30 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ vs RCB અમદાવાદ 7:30 PM
1 મે રાજસ્થાન રોયલ્સ vs દિલ્હી કેપિટલ્સ જયપુર 7:30 PM
2 મે ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નાઈ 7:30 PM
3 મે SRH vs KKR હૈદરાબાદ 3:30 PM
3 મે ગુજરાત ટાઇટન્સ vs પંજાબ કિંગ્સ અમદાવાદ 7:30 PM
4 મે મુંબઈ ઇન્ડિયન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ મુંબઈ 7:30 PM
5 મે દિલ્હી કેપિટલ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હી 7:30 PM
6 મે SRH vs પંજાબ કિંગ્સ હૈદરાબાદ 7:30 PM
7 મે લખનૌ સુપર જાયન્ટ્સ vs RCB લખનૌ 7:30 PM
8 મે દિલ્હી કેપિટલ્સ vs KKR દિલ્હી 7:30 PM
9 મે રાજસ્થાન રોયલ્સ vs ગુજરાત ટાઇટન્સ જયપુર 7:30 PM
10 મે ચેન્નાઈ સુપર કિંગ્સ vs લખનૌ ચેન્નાઈ 3:30 PM
10 મે RCB vs મુંબઈ ઇન્ડિયન્સ રાયપુર 7:30 PM
11 મે પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ ધર્મશાળા 7:30 PM
12 મે ગુજરાત ટાઇટન્સ vs SRH અમદાવાદ 7:30 PM
13 મે RCB vs KKR બેંગલુરુ 7:30 PM
14 મે પંજાબ કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ ધર્મશાળા 7:30 PM
15 મે લખનૌ સુપર જાયન્ટ્સ vs ચેન્નાઈ લખનૌ 7:30 PM
16 મે KKR vs ગુજરાત ટાઇટન્સ કોલકાતા 7:30 PM
17 મે પંજાબ કિંગ્સ vs RCB ન્યૂ ચંદીગઢ 3:30 PM
17 મે દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ દિલ્હી 7:30 PM
18 મે ચેન્નાઈ સુપર કિંગ્સ vs SRH ચેન્નાઈ 7:30 PM
19 મે રાજસ્થાન રોયલ્સ vs લખનૌ જયપુર 7:30 PM
20 મે KKR vs મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા 7:30 PM
21 મે ચેન્નાઈ સુપર કિંગ્સ vs ગુજરાત ટાઇટન્સ ચેન્નાઈ 7:30 PM
22 મે SRH vs RCB હૈદરાબાદ 7:30 PM
23 મે લખનૌ સુપર જાયન્ટ્સ vs પંજાબ કિંગ્સ લખનૌ 7:30 PM
24 મે મુંબઈ ઇન્ડિયન્સ vs રાજસ્થાન રોયલ્સ મુંબઈ 3:30 PM
24 મે KKR vs દિલ્હી કેપિટલ્સ કોલકાતા 7:30 PM

ડબલ હેડરનો રોમાંચ 

ચાહકોના મનોરંજન માટે આ વખતે પણ 8 ‘ડબલ હેડર’ (એક દિવસમાં બે મેચ) નું આયોજન કરવામાં આવ્યું છે. વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવારે બપોરે 3:30 વાગ્યે પ્રથમ મેચ અને સાંજે 7:30 વાગ્યે બીજી મેચ શરૂ થશે. ગરમીના માહોલમાં બપોરની મેચો ખેલાડીઓ માટે કસોટી સમાન બની રહેશે.

નિષ્ણાંતોનો મત: પ્લેઓફની રેસ થશે કઠિન

ક્રિકેટ વિશ્લેષકો (Cricket Analysts) માને છે કે બીજા તબક્કાનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. સતત મુસાફરી અને હવામાનમાં ફેરફાર ખેલાડીઓની ફિટનેસ (Fitness) પર અસર કરી શકે છે. જે ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડનો લાભ ઉઠાવશે, તેમના માટે પ્લેઓફ (Playoffs) માં સ્થાન નિશ્ચિત કરવું સરળ બનશે. હાલમાં પ્લેઓફ અને ફાઈનલ મેચની તારીખોની જાહેરાત BCCI દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે, પરંતુ ફાઈનલ 31 મેના રોજ યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : IPL 2026 : ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણ છે નવા માલિક?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *