Ambani પાછળ રહી ગયા! Gautam Adani બન્યા એશિયાના સૌથી મોટા અબજોપતિ, જાણો કેવી રીતે પલટાયું નસીબ?

Gautam Adani and Mukesh Ambani net worth in 2026.
Share The Story

Gautam Adani Net Worth : વૈશ્વિક અર્થતંત્રના ફલક પર ભારતનું નામ રોશન કરનાર બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ વચ્ચેની ‘દોલતની રેસ’માં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના (Adani Group) ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) મુકેશ અંબાણીને (Mukesh Ambani) પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના (Bloomberg Billionaires Index) તાજા આંકડા અનુસાર, ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનું ગૌરવ ધરાવે છે.

સંપત્તિનો જંગ: કોણ ક્યાં છે? 

તાજેતરના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં 18મા ક્રમે (18th Position) પહોંચી ગયા છે. બીજી તરફ, મુકેશ અંબાણી આ યાદીમાં થોડા નીચે ઉતરીને 20મા સ્થાને પહોંચ્યા છે. આ ફેરફાર પાછળ બંને ગ્રુપના શેરબજારના દેખાવને મુખ્ય કારણ માનવામાં આવે છે.

  • ગૌતમ અદાણી: તેમની નેટવર્થ (Net Worth) આ વર્ષે 10.9 અબજ ડોલરના વધારા સાથે 95.4 અબજ ડોલર પર પહોંચી છે.

  • મુકેશ અંબાણી: રિલાયન્સના શેરોમાં થયેલા ઘટાડાને કારણે તેમની સંપત્તિમાં 16.7 અબજ ડોલરનો ગાબડો પડ્યો છે, જે હવે 91 અબજ ડોલર છે.

વૈશ્વિક અબજોપતિઓની સ્થિતિ 

દુનિયાના ટોપ-10 ધનિકોમાં હજુ પણ અમેરિકાનો દબદબો છે. ટેસ્લાના માલિક એલોન મસ્ક (Elon Musk) 654 અબજ ડોલરની પ્રચંડ સંપત્તિ સાથે પ્રથમ સ્થાને અડિગ છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ માઈકલ ડેલ (Michael Dell) રહ્યા છે, જેમણે 36.6 અબજ ડોલરની કમાણી કરી છે. જ્યારે બીજી તરફ લક્ઝરી બ્રાન્ડ LVMH ના માલિક બર્નાર્ડ અર્નાલ્ટને (Bernard Arnault) સૌથી વધુ 43.6 અબજ ડોલરનું નુકસાન વેઠવું પડ્યું છે.

શેરબજારનું ગણિત 

અદાણી ગ્રુપના વિવિધ સેક્ટર્સ જેવા કે ગ્રીન એનર્જી, પોર્ટ્સ અને એરપોર્ટ્સના શેરોમાં (Adani Group Stocks) રોકાણકારોનો વિશ્વાસ વધતા અદાણીની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. તેની સામે, વૈશ્વિક પરિબળો અને માર્કેટ વોલેટિલિટીને કારણે રિલાયન્સના શેરોમાં (Reliance Stocks) વેચવાલી જોવા મળી હતી, જે અંબાણીના રેન્કિંગમાં ઘટાડાનું કારણ બની છે.

આ પણ વાંચો : Trump Extends ceasefire : ઈરાન સામે હુમલો અટક્યો પણ ઘેરાબંધી ચાલુ! શું યુદ્ધ ટળશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *