Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં હાલ ભલે સૂર્યપ્રકાશ ખીલેલો જોવા મળી રહ્યો હોય અને આકાશ સ્વચ્છ થતું જણાતું હોય, પરંતુ આ માત્ર ‘તોફાન પહેલાની શાંતિ’ હોઈ શકે છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 20 દિવસનું જે શિડ્યુલ જાહેર કર્યું છે, તે વાંચીને ખેડૂતો અને બાગાયતદારોના જીવ અધ્ધર થઈ ગયા છે.

પંચાંગ જેવી સચોટ આગાહી: ક્યારે શું થશે?
અંબાલાલ પટેલે તારીખવાર વાતાવરણના પલટાનું જે ગણિત માંડ્યું છે તે નીચે મુજબ છે:
22 અને 25 માર્ચ: નવો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ત્રાટકશે, જેનાથી ફરી વાદળછાયું વાતાવરણ સર્જાશે.
25 થી 28 માર્ચ: રાજ્યના અનેક ભાગોમાં માવઠા જેવો માહોલ ફરી જામશે.
3-4 એપ્રિલ: નવા વાદળોની ફોજ ગુજરાતના આકાશ પર કબજો કરશે.
8 થી 12 એપ્રિલ: પશ્ચિમી વિક્ષેપની વધુ એક લહેર દેશ અને રાજ્યના ભાગોમાં વરસાદી આફત લાવી શકે છે.
14 એપ્રિલ: આ તારીખ ખાસ નોંધવા જેવી છે, કારણ કે આ દિવસે પ્રચંડ પવન ફૂંકાવાની શક્યતા છે.

કેરીના પાક પર ‘પવન’ની તલવાર
બાગાયતી ખેતી કરતા ખેડૂતો, ખાસ કરીને જેમના આંબા પર મોર (કેરી) બેસી ગઈ છે, તેમના માટે ૧૪ એપ્રિલની આસપાસનો સમય ઘાતક સાબિત થઈ શકે છે. અંબાલાલના મતે, તેજ પવન ફૂંકાવાને કારણે બાગાયતી પાકોને (Horticultural Crops) મોટું નુકસાન થવાની ભીતિ છે.
“અખાત્રીજની આસપાસ પણ મેઘરાજા મુલાકાત લઈ શકે છે, એટલે કે માવઠાનો આ સિલસિલો લાંબો ચાલશે.” — અંબાલાલ પટેલ
ખેડૂતો માટે ‘રેડ એલર્ટ’
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં બંગાળની ખાડીના ભેજની અસર હજુ પણ વર્તાશે. જોકે આજે રાહત છે, પરંતુ માર્ચનો અંત અને આખું એપ્રિલ વાતાવરણમાં ડામાડોળ સ્થિતિ જળવાઈ રહેશે.
આ પણ વાંચો : આભ ફાટ્યું કે આફત? ગુજરાતના 121 તાલુકામાં માવઠાનો કહેર, ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો

