ગાંધીનગર: ગુજરાતમાં આવતીકાલે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Elections) માટે ઐતિહાસિક મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની કુલ 9,263 બેઠકો પર સત્તાના સમીકરણો નક્કી કરવા માટે 25,537 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જોકે, મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે 736 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ (Unopposed Election) જાહેર થઈ ચૂક્યા છે. હવે બાકી રહેલી બેઠકો પર 26 એપ્રિલે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે.
મતદાન મથકો અને સુરક્ષા વ્યવસ્થા (Polling Booths and Security)
ચૂંટણી પંચના અધિકૃત આંકડાઓ મુજબ, સમગ્ર ગુજરાતમાં કુલ 48,450 મતદાન મથકો (Polling Stations) તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે વહીવટી તંત્ર વધુ સતર્ક છે. રાજ્યમાં 14,275 મતદાન મથકોને સંવેદનશીલ (Sensitive) અને 2,196 મથકોને અતિ સંવેદનશીલ (Highly Sensitive) જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાની પેરા-મિલિટરી ફોર્સ અને સ્પેશિયલ પોલીસ યુનિટ્સ તૈનાત કરવામાં આવ્યા છે.
ભવ્ય સ્ટાફ અને ટેકનોલોજીનું આયોજન (Massive Staff and Technology)
આ મહા-મતદાનને સફળ બનાવવા માટે રાજ્યમાં કુલ 2,64,715 પોલિંગ સ્ટાફ (Election Staff) ખડેપગે રહેશે. સુરક્ષા વ્યવસ્થાને પહોંચી વળવા માટે 92,583 પોલીસ કર્મચારીઓ (Gujarat Police Force) પોતાની ફરજ બજાવશે. મતદાન માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરતા 1,22,951 બેલેટ યુનિટ (BU) અને 1,08,188 કંટ્રોલ યુનિટ (CU) મશીનો ફાળવવામાં આવ્યા છે. કુલ 4,08,16,713 મતદારો (Voters in Gujarat) રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગામડું અને શહેરના શાસકોની પસંદગી કરશે.
ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા
ચૂંટણી પંચે ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે મતદાન મથકો પર વ્હીલચેર અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ કરી છે. ગરમીના પ્રકોપને જોતા મથકો પર પીવાના પાણી અને શેડની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચના અપાઈ છે. 26 એપ્રિલે રવિવારે યોજાનાર આ મતદાનના પરિણામો રાજ્યના ભાવિ રાજકારણની દિશા નક્કી કરશે.
આ પણ વાંચો : Iran માં મરણીયો જંગ! Mojtaba Khamenei નો પગ કપાયો? એર સ્ટ્રાઈક બાદ સ્થિતિ ગંભીર

