CSK Vs RCB Match: 251 રનનો ટાર્ગેટ અને એક મોટી ભૂલ! ચેન્નાઈની હારની હેટ્રિક બાદ ઋતુરાજ ગાયકવાડનું મોટું નિવેદન

Ruturaj Gaikwad disappointed after CSK loses to RCB in IPL 2026 due to a crucial no-ball.
Share The Story

CSK Vs RCB Match : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) 2026 ની સિઝન પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે અત્યંત નિરાશાજનક સાબિત થઈ રહી છે. 5 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) સામે રમાયેલી રોમાંચક મેચમાં CSK ને 43 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.

આ હાર સાથે જ ચેન્નાઈની ટીમે આ ટૂર્નામેન્ટમાં હારની હેટ્રિક (Hat-trick of Losses) નોંધાવી છે. 251 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહેલી ચેન્નાઈની ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું દિલ તૂટી ગયું છે અને મેચ પૂરી થયા બાદ તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

કેપ્ટન ઋતુરાજે કોના પર ફોડ્યો હારનો ઢિંકરો? 

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન (Post Match Presentation) દરમિયાન જ્યારે ઋતુરાજ ગાયકવાડને હારનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કોઈ બોલર કે અન્ય ખેલાડીને દોષ આપવાને બદલે હારનો ઢિંકરો પોતાના જ માથે ફોડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

તેણે અત્યંત નિરાશા સાથે સ્વીકાર્યું કે, “આ મેચ મારી ભૂલના કારણે હાર્યા છીએ. જો મેં શરૂઆતમાં જવાબદારીપૂર્વક બેટિંગ કરી હોત અને મોટો સ્કોર બનાવ્યો હોત, તો કદાચ પરિણામ કંઈક અલગ જ હોત.” ઉલ્લેખનીય છે કે, આટલા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે ઋતુરાજ માત્ર 7 રન બનાવીને પેવેલિયન (Pavilion) ભેગો થઈ ગયો હતો.

જોકે, તેણે મિડલ ઓર્ડરના બેટ્સમેનોના વખાણ કરતા કહ્યું કે, “મને ખુશી અને આશ્ચર્ય છે કે ખરાબ શરૂઆત છતાં અમે 200 નો આંકડો પાર કર્યો. સરફરાઝ, પ્રશાંત, જેમી અને શિવમ દુબે (Shivam Dube) દ્વારા શાનદાર લડત જોવા મળી હતી.”

મેચનો ટર્નિંગ પોઇન્ટ: એ એક ‘નો-બોલ’ ભારે પડ્યો! 

સ્પોર્ટ્સ એનાલિસ્ટ્સ અને નિષ્ણાતોના મંતવ્યો (Expert Opinions) મુજબ, મેચ એક સમયે ચેન્નાઈના સંપૂર્ણ કંટ્રોલમાં હતી. 15 ઓવરના અંતે RCB નો સ્કોર 3 વિકેટના નુકસાને 151 રન હતો. પરંતુ ત્યારબાદ ડેથ ઓવર્સ (Death Overs) માં ચેન્નાઈના બોલર્સે લય ગુમાવી દીધી.

મેચનો ટૂંકો ચિતાર 

ટીમનું નામ (Team) સ્કોર (Score) મુખ્ય ખેલાડીઓ (Key Players)
RCB (બેટિંગ) 250/3 (20 ઓવર) ટિમ ડેવિડ, રજત પાટીદાર (99 રનની ભાગીદારી)
CSK (ચેઝિંગ) 207/8 (20 ઓવર) શિવમ દુબે, સરફરાઝ ખાન
પરિણામ (Result) RCB 43 રને વિજેતા ટર્નિંગ પોઇન્ટ: 18મી ઓવરનો નો-બોલ

ખરી ભૂલ 18મી ઓવરમાં થઈ હતી. અંશુલ કંબોજે (Anshul Kamboj) ખતરનાક બેટ્સમેન ટિમ ડેવિડને આઉટ કરી દીધો હતો, પરંતુ કમનસીબે તે બોલ ‘નો-બોલ’ (No Ball) જાહેર થયો. જીવતદાન મળ્યા બાદ ટિમ ડેવિડ અને રજત પાટીદારે માત્ર 31 બોલમાં 99 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાવી અને સ્કોર 251 સુધી પહોંચાડી દીધો.

ઋતુરાજે પણ આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “અંશુલનો એ નો-બોલ મેચની દિશા બદલી ગયો. 13-14 ઓવર સુધી ગેમ અમારા હાથમાં હતી, પરંતુ ત્યારબાદ ટિમ ડેવિડે શાનદાર હિટિંગ (Power Hitting) કરીને અમારી પાસેથી મેચ છીનવી લીધી.” હવે ચેન્નાઈની ટીમે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પોતાની બોલિંગ અને ઓપનિંગ જોડીમાં ધરખમ ફેરફારો કરવા પડશે.

આ પણ વાંચો : Gold Buying Rules 2026: સોનું ખરીદવા જઈ રહ્યા છો? થોભી જાવ! સરકારના આ નવા નિયમો અને લિમિટ પહેલા જાણી લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *