IPL 2026 KKR vs PBKS Rain : આઈપીએલ 2026ની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેનો મુકાબલો વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ અને આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે અમ્પાયરોએ મેચ પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો, જેના પરિણામે બંને ટીમોને 1-1 પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે.
મેચની મુખ્ય વિગતો:
-
ટોસ: KKR એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
-
KKR નો સ્કોર: 3.4 ઓવરમાં 25/2 (વરસાદને કારણે રમત અટકી ત્યારે).
-
મુખ્ય પ્રદર્શન: પંજાબ તરફથી ઝેવિયર બાર્ટલેટે શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી.

KKR ની નબળી શરૂઆત
કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર ફિન એલન (6 રન) અને સ્ટાર ખેલાડી કેમેરોન ગ્રીન (4 રન) બીજી જ ઓવરમાં ઝેવિયર બાર્ટલેટનો શિકાર બન્યા હતા. રમત અટકી ત્યારે કેપ્ટન અજિંક્ય રહાણે 8* રન અને અંગક્રીશ રઘુવંશી 7* રન બનાવી ક્રીઝ પર હતા.
વરસાદે ફેરવ્યું પાણી
મેચ શરૂ થયાની થોડી જ મિનિટોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જોકે રાત્રે વરસાદ રોકાયો હતો અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મેદાન સુકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આઉટફિલ્ડમાં પાણી ભરાયેલા હોવાથી રમત શક્ય બની નહોતી. રાત્રે 11:00 વાગ્યે અમ્પાયરોએ મેચ સત્તાવાર રીતે રદ જાહેર કરી હતી.
આ પણ વાંચો :- IPL 2026 : ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણ છે નવા માલિક?
પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ
-
પંજાબ કિંગ્સ: આ મેચ રદ થવાથી પંજાબને 1 પોઈન્ટ મળ્યો છે અને તેઓ 3 મેચમાં 5 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા છે.
-
કોલકાતા નાઈટ રાઈડર્સ: સતત બે હાર બાદ KKR ને આ સિઝનનો પ્રથમ પોઈન્ટ મળ્યો છે. KKR અત્યારે ટેબલમાં 8મા સ્થાને છે.

